અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવન-સરસ્વતી વિદ્યાલયમાં ગુજરાત ગણિત મંડળ અને અમરેલી ગણિત વર્તુળ દ્વારા બે દિવસીય ગણિત વર્કશોપનું આયોજન ૨૫-૨૬ જુલાઈના રોજ થયું હતું. જેમાં તજજ્ઞ તરીકે વ્યાસભાઇ, પટેલભાઇ અને ડો. ગજજર ખાસ ઉપસ્થિત રહીને ગણિતના કોયડાઓનો ઉકેલ સરળતાથી ગણિત શીખવાની પદ્ધતિઓ, ગણિતને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી રીતથી શીખવાની શૈલીઓ સમજાવી હતી. વિદ્યાર્થીઓમાં ગણિત વિષયમાં રૂચિ વધે, ગણિત વિષય ભાર વગરનો અને મનગમતો થાય તેવા હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.








































