અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ એમ.કોમ. મહિલા કોલેજ, અમરેલી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ની M.Com (GM) સેમ.II યુનિવર્સિટી પરીક્ષામાં અદ્‌ભુત પરિણામ મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું છે. કોલેજે ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટક્લાસ મેળવીને શ્રેષ્ઠતા પુરવાર કરી છે. આ પરિણામમાં દુધાત અવની જી.એ ૮૪.૦૦% સાથે કોલેજમાં પ્રથમ સ્થાન, તેજાણી હિમાની કે.એ ૮૨.૦૦% સાથે દ્વિતીય સ્થાન અને રંગપરા હેતલ ટી.એ ૮૧.૮૦% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ દ્વારા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.