અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ એમ.એસ.સી. મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના M.Sc.(Chem.) સેમ-૪ની પરીક્ષામાં અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજનું પરિણામ ૧૦૦% રહ્યું છે, અને તમામ વિદ્યાર્થિનીઓએ ડિસ્ટિંક્શન સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ સિદ્ધિ બદલ કોલેજમાં પ્રથમ ક્રમે ચાવડા પૂજા એ. (૮૩.૧૭%), બીજા ક્રમે રફાળીયા ક્રિષ્ના આર. (૮૦.૦૦%) અને ત્રીજા ક્રમે વાજા અંજલી ડી. (૮૦.૦૦%) રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એસ.સી. કોલેજે ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ડિસ્ટિંક્શન મેળવવા બદલ સંકુલ પરિવારે સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.