અમરેલીમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના ચિતલ રોડ પર રહેતા હાર્દિક જોષી નામના ગ્રાહકે એક રેસ્ટોરન્ટમાંથી રૂ. ૨૮૦નું ટિફિન મંગાવ્યું હતું, જેમાં સાથે મળેલી છાશમાંથી કાળી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્‌યા હતા. આ ઘટનાનો વીડિયો બનાવી તેમણે સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અંગે તંત્રને જાણ કરી હતી. ગ્રાહકની સજાગતા અને ફરિયાદના આધારે ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્‌યા હતા. અધિકારીઓએ સ્થળ પરથી ખોરાકના નમૂના મેળવી તેને વધુ તપાસ અર્થે વડોદરાની લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. તંત્ર દ્વારા રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે અને લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કડક દંડનીય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આમ, અમરેલીમાં ગ્રાહકો સાથે રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા ચેડા કરવામાં આવતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જા કે ફૂડ વિભાગ દ્વારા ફરિયાદ બાદ જ કાર્યવાહી કરતી હોવાનું સામે આવ્યુ છે. અમરેલી શહેરની દરેક રેસ્ટોરન્ટમાં આકÂસ્મક ચેકીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.