રાજુલા શહેરમાં સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જિલ્લા રમતગમત કચેરી દ્વારા ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અમરેલીની વિદ્યાસભા શાળાની ધોરણ ૮ મિક્સ મીડિયમની વિદ્યાર્થિની રાજવી મધુસૂદનભાઇ ધડૂકે અંડર-૧૪ બહેનોની કેટેગરીમાં સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. રાજવીએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા બનીને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આગામી સમયમાં તે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રાજુલા શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાભરની શાળાઓમાંથી અનેક ખેલાડી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. શાળાકીય રમતોની સ્પર્ધામાં કુલ ૪૪ રમતોને આવરી લેવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં ભાઈઓ અને બહેનોની અલગ-અલગ કેટેગરીમાં અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.