અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજ ખાતે એન.એસ.એસ. વિભાગ અને વિદ્યાર્થી સંવર્ધન સેલના સંયુક્ત ઉપક્રમે ‘ગુરુપૂર્ણિમા’ની ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભમાં કોલેજ સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થિનીઓ દ્વારા દીપ પ્રાગટ્ય અને સરસ્વતી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ, વિદ્યાર્થિની બહેનોએ અધ્યાપકોને શુભેચ્છા કાર્ડ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ગુરુપૂજન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. જી.વી. વેલિયતે પ્રાચીન ગુરુકુળો અને ગુરુના મહત્વ વિશે ઊંડાણપૂર્વકનું ઉદ્‌બોધન કર્યું. ડો. અરવિંદ ઉપાધ્યાયે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને ગુરુ પરંપરાનું મહત્વ સમજાવી ગુરુવંદના કરી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં કુલ ૧૦ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.