અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજ ખાતે તા. ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર ના રોજ ‘Fit India Movement’ અંતર્ગત “ખાદ્યતેલના વપરાશ અંગે જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં ખાદ્યતેલના પ્રમાણસર વપરાશ અંગે જાગૃતિ લાવવાનો હતો. કોલેજના કાર્યકારી આચાર્ય ડો. જી.વી. વેલિયતે પ્રાસંગિક ઉદ્‌બોધનમાં વિદ્યાર્થિનીઓને સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનમાં રમતગમતનું સ્થાન, આહાર-વિહાર અને ખાદ્યતેલના પ્રમાણસર ઉપયોગ વિશે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ, પ્રા. ડો. એમ.જે. પટોળીયાએ આહારમાં કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ, કયું તેલ ખાદ્ય કે અખાદ્ય છે, અને ખાદ્યતેલનો પણ પ્રમાણસર ઉપયોગ કરી સ્વાસ્થ્ય જાળવી રાખવા અંગે આર્યુવેદાચાર્યનો સંદર્ભ ટાંકી વિદ્યાર્થિનીઓને માહિતગાર કરી હતી.