અમરેલીમાં કેરીયા રોડ પર ઝૂંપડપટ્ટીમાં વિકરાળ આગમાં બધુ ગુમાવી બેઠેલા પરિવારોને અમરેલીના યુવાનોએ મદદ પહોંચાડી હતી. અહીં શક્તિ ગ્રુપ અને યુવાનોએ વાસણ, કરિયાણાની કિટ, કપડા, ઓઢવા વગેરેની જરૂરી વસ્તુઓની મદદ પહોંચાડી હતી. અમરેલીના કેરીયા રોડ પર જેટકો ઓફિસની બાજુમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી. આ આગમાં ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા હતા. અમરેલી ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. પરંતુ ઝૂંપડામાં રહેલો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. ત્યારે અમરેલીમાં શક્તિ ગ્રુપ અને યુવાનોએ અહીં મદદ પુરી પાડી હતી.