શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલના ખેલાડીઓનું ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં હેન્ડબોલ રમતમાં નેશનલ સ્તરે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવનાર પાંચ ખેલાડીઓ – બારૈયા નિધિ, સોલંકી મિતલ, હડિયા નેના, વેગડ મીના, અને ગોહિલ કંકુને આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, કલેક્ટર, ડી.ડી.ઓ., એસ.પી. અને અન્ય મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે, મહાનુભાવોએ ખેલાડીઓને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ, તેમણે સ્પોટ્‌ર્સને પ્રોત્સાહન આપવા બદલ સંસ્થાના પ્રમુખ અને મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.