શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે કવચ કેન્દ્ર અંતર્ગત “એ.આઈ. ફોર સ્ટુડન્ટ્‌સ” વિષય પર એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કવચ કેન્દ્ર કોઓર્ડીનેટર ડા. એ. બી. ગોરવાડીયા દ્વારા આયોજિત આ વર્કશોપમાં બી.સી.એ.ના પ્રાધ્યાપક પ્રો. નિલેશભાઈ પારઘી તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બી.કોમ. સેમેસ્ટર-૨ના વિદ્યાર્થી હર્ષિલ જોશી દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડા. એ. બી. ગોરવાડીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ વર્કશોપમાં કોલેજના બી.કોમ. તથા બી.બી.એ.ના કુલ ૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રો. નિલેશભાઈ પારઘી દ્વારા વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના પ્રકારો, વિદ્યાર્થી જીવનમાં તેનો સલામત ઉપયોગ કઈ રીતે કરવો, તેમજ AI ના માધ્યમથી અર્નિંગ (કમાણી) કઈ રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં ડા. ગોરવાડીયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.