અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓને આવકારવા અને સત્કારવા માટે ‘વેલ-કમ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રા. જે. એમ. તળાવિયાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાના કોલેજ ખાતેના અનુભવો વર્ણવ્યા હતા અને નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.અધ્યક્ષ સ્થાનેથી ડો. ગિરીશ ભીમાણીએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના અંતે પ્રિન્સીપાલ ભારતીબેન ફિણવિયાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડા. એ. બી. ગોરવાડિયાએ કર્યું હતું.