રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાના સંસ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ-અમરેલી અને અજમેરા કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે “સશક્ત યુવા અને ભગવતગીતા” વિષયક પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. શિક્ષક ભાઈ-બહેનો દ્વારા મહેમાનોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે આચાર્યા કંચનબેન બારૈયાએ શબ્દોથી સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ડો. ભરતભાઈ કાનાબાર અને રેખાબેન માવદીયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના અંગત મદદનીશ ભાવેશભાઈ ભાલિયાએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. વિદ્યાર્થિની કુ. જિલ જોશીને સુગમ સંગીતમાં રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવવા બદલ સન્માનિત કરવામાં આવી હતી.મુખ્ય વક્તા ડા. વિલાસબેન સોરઠિયાએ ભગવતગીતાના શ્લોકોનું પઠન કરી જીવનમાં તેના મહત્વની સમજ આપી હતી. અંતે પ્રશ્નોત્તરી યોજાઈ અને પ્રોફેસર જે.એમ. તળાવિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.