અમરેલીના સુખનાથ પરામાં ચંદુભાઈ સંઘાણી મિત્ર મંડળ અને સુખનાથ ચોક મિત્ર મંડળ દ્વારા દિલીપભાઈ સંઘાણીના ઘર પાસે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.ર૮ એપ્રિલથી યોજાનાર આ ભાગવત કથાનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સુખનાથ મંદિર ચોક યુવક મંડળના સભ્યો તેમજ ચંદુભાઈ સંઘાણી મિત્ર મંડળ દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. કથા માટે કોઈને તકલીફ ના પડે તે માટે મિત્ર મંડળ સતત કાર્યરત છે. આયોજનમાં ચંદુભાઈ રામાણી, ડેનીભાઇ રામાણી, વજુભાઈ પટેલ, ધાર્મિકભાઈ રામાણી, મિતેશભાઈ રામાણી, હરેશભાઈ કાબરીયા, રાજનભાઈ પટેલ, રવિભાઈ ચોડવડીયા, ઘનશ્યામભાઈ રામાણી તેમજ સુખનાથ મંદિર ચોક યુવક મંડળના તેમજ સુખનાથ પરા વિસ્તારના તમામ લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.