અમરેલી તાલુકાના સાજીયાવદર પ્રાથમિક શાળા ખાતે આગામી રવિવારના રોજ વિવિધ સેવાકિય કાર્યો કરવામાં આવશે. સ્વ.કેસરબેન જીવરાજભાઈ સાવલીયા માનવ સેવા ટ્રસ્ટ સાજીયાવદર દ્વારા તા.૧પ રવિવારના રોજ સાજીયાવદર પ્રાથમિક શાળા ખાતે સવારના ૮ કલાકે આ કાર્યક્રમ યોજાશે. જેમાં છેલ્લા ર૦ વર્ષ આર્થિક સહયોગ આપતા દાતાઓ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
આંગણવાડીથી લઈ ધોરણ ૮ સુધીના ૧ર૦ બાળકોનું મોર્નીંગ કિટનું વિતરણ તેમજ આર્થિક વિધવા બહેનોના સહયોગથી તમામને વિના મૂલ્યે ચપલ વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજય મંત્રી કૌશિકભાઈ વેકરીયા ખાસ હાજર રહેશે. તેમ ટ્રસ્ટ મંડળના પ્રમુખ અને સરપંચ બાબુભાઈ સાવલીયાની યાદીમાં જણાવાયુ છે.



































