બાબરામાં રહેતા સુંદરભાઈ પીઠાભાઈ મિયાત્રા (ઉં.વ.૫૬)નું તા.૧૦-૦૭-૨૦૨૫ના રોજ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમના ભાઈઓ બાબુભાઈ, કિશોરભાઈ તથા કાંતિભાઈ તેમજ પુત્રો ભરતભાઈ, હિતેશભાઈ તથા જીતેન્દ્રભાઈ દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. આ પરિવારે બાબરા આરોગ્ય કેન્દ્રના માધ્યમથી જિલ્લા પંચાયતના ડા. જોષી તથા સેવાભાવી વિરાજસિંહ ઝાલા દ્વારા ચક્ષુદાન માટે જિલ્લામાં સેવારત સંસ્થા- સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. બાબરા રેફરલ હોસ્પિટલ ખાતે આ નેત્રદાન સ્વીકારવા માટે ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે સાવરકુંડલાની રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલ વ્યાસ, સુરેશભાઈ ઠાકર તથા હોસ્પિટલના સ્ટાફે સેવા આપી હતી. મિયાત્રા પરિવારની સમયસરની જાગૃતિ બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.