અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં દર વર્ષની જેમ આ વર્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા
શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જયાં બાળકૃષ્ણને કરંડીયામાં બેસાડીને વાસુદેવ યમુના પાર કરાવે છે તે દ્રશ્યની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓએ નાચતા-કુદતા જીવંત પ્રદર્શિત કર્યુ હતું. તેમજ મટકીફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓ દ્વારા ઉલ્લાસભેર આ સુંદર આયોજન શિક્ષકો અને સંચાલક દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેનના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું.