અમરેલીમાં આવેલી શ્રીજી વિદ્યાર્થી ભુવન અને સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અંટાળીયા મહાદેવના મંદિરે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મહાદેવના દર્શન કરાવ્યા બાદ ત્યાં આવેલા બગીચામાં વિવિધ રમતો રમાડી અને સાંજે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.