અમરેલીની શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક ગર્લ્સ સંકુલમાં કાર્યરત શ્રીમતી યુ.બી. ભગત સાયન્સ મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એસસી. (બેઝીક) સેમેસ્ટર-૬માં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે. અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત આ કોલેજે ૯૦ ટકા પરિણામ મેળવ્યું છે. કોલેજની તેજસ્વી વિદ્યાર્થિનીઓમાં બારડ ક્રિષ્ના બી.એ ૯૪ ટકા સાથે પ્રથમ, ઝાલા ક્રિષ્ના વાય.એ ૮૯.૮૦ ટકા સાથે દ્વિતીય અને પરમાર સરિતા એચ.એ ૮૭.૪૦ ટકા સાથે
તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સંકુલ પરિવારે સમગ્ર સ્ટાફગણ, ત્રણેય તેજસ્વી રેન્કર સહિત વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે.