અમરેલીમાં લીલીયા રોડ પર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સંચાલિત હરિવિહાર યોગ પાઠશાળાનો તૃતીય વાર્ષિક દિન ઉજવાયો હતો. આ પ્રસંગે મોરબી ઝોનલ કો-ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી, સ્ટેટ અને નેશનલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિનર આઈ.પી. બારડ, જિલ્લા કો-ઓર્ડીનેટર સાગરભાઈ મહેતા, બગસરા તાલુકા યોગ કોચ શિવરાજભાઈ ઉપસ્થિત રહ્યા હતા. યોગ પાઠશાળાના કોચ પ્રિયંકાબેન કટોચે તુલસીના રોપાઓ આપી તેઓનું સ્વાગત કર્યું હતું.