અમરેલીના લાપાળિયા ગામે ગામ સમસ્ત દ્વારા આયોજિત રામજી મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, પુરુષોત્તમ પુરી બાપુ, દિપકબાપુ હરિયાણી, સાગર બાપુ, વિનુ બાપુ વગેરેએ ધૂન ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, શિતલ આઈસક્રીમના દિનેશભાઈ ભુવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. કલાકાર કિર્તીદાન ગઢવીએ ર્રાિત્ર રોકાણ પણ કર્યું હતું અને બીજા દિવસે આવનારા મોરારી બાપુના દર્શન કરીને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં આસપાસના અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.