અમરેલી તાલુકાનાં રાંઢીયા ગામે ચૈત્ર વદ આઠમને બુધવારના દિવસે સ્વામિનારાયણ મંદિરે ખાતે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુનાગઢવાસી શ્રી રાધા રમણ દેવના તાબાનું નૂતન હરિ મંદિરની દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન રાંઢિયા ગામમાંથી હરીભક્તો દ્વારા સ્વામિનારાયણ ભગવાનને ૫૬ ભોગ ધરવામાં આવ્યો હતો.