અમરેલીના રંગપુર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે. જેમાં ખાસ કરીને ખેડૂતો અને ઓછું ભણેલા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેઓ કોઈ પણૅ્ઁ OTP કે બેંક વિગતો આપ્યા વગર જ હજારો રૂપિયા ગુમાવી રહ્યા છે. રંગુપરમાં રહેતા વિપુલભાઇ નાગજીભાઇ રાદડીયા (ઉ.વ.૪૮)એ વોટસએપ મોબાઇલ નંબર ૭૯૦૩૦૬૨૦૯૦ નો ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઇ અજાણ્યા ઇસમે મોબાઇલ નં- ૭૯૦૩૦૬૨૦૯૦ થી ફરીયાદીને વોટસએપ કોલ કરી ફરીયાદીને SBI YONO એપ્લીકેશન અપડેટ કરવાનુ કહી વોટસએપ ઉપર એક લિંક મોકલી જે લીંક ફરીયાદી ઓપન કરતા ફરીયાદીના બેંક ખાતામાથી કુલ રૂ.૮૭,૭૭૨/- મેળવી લઇ ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ ઓ કે જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.









































