અમરેલી, ૨૧ જુલાઈ, ૨૦૨૫ઃ અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ દળમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે ૩૦ દિવસના નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં રહેવા તથા જમવાની સવલત સાથે શારીરિક અને લેખિત કસોટીની તાલીમ અપાશે.
૧૭.૫ થી ૨૩ વર્ષની વયના, ધો.૧૦ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા શારીરિક અને માનસિક રીતે સક્ષમ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી ફોર્મ જિલ્લા
રોજગાર કચેરી અથવા @EMPARELI પરથી મેળવી શકાય છે. અરજી ૧૫ દિવસમાં જિલ્લા રોજગાર કચેરી, અમરેલી ખાતે મોકલવાની રહેશે. વધુ વિગત માટે (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો.