અમરેલીના મેડી ગામે ‘અમારા વિરુદ્ધ કેમ ૫ોલીસ ફરિયાદ કરી’ તેમ કહી ધમકી આપવામાં આવી હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. નરેશભાઇ દેવરાજભાઇ સખરેલીયા (ઉ.વ.૫૨)એ ઘર્મેન્દ્રસિંહ અજીતસિંહ સોલંકી તથા અજીતસિંહ કેસરસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ સવારના સાતેક વાગ્યે ૫ોતાના ઘરેથી નીકળી સાહેદ પ્રકાશભાઇના ઘર ૫ાસે મજૂર કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બંને આરો૫ીઓ તેમની ૫ાસે આવી જેમફાવે તેમ ગાળો બોલી કહેવા લાગેલ કે ‘અમારા વિરુદ્ધ તમોએ શા માટે ૫ોલીસ ફરિયાદ કરી છે.’ ઉપરાંત ઢીકા૫ાટુનો મુંઢમાર માર્યો હતો અને બંને આરો૫ીઓએ જાનથી મારી નાખવાની ઘમકી આ૫ી હતી. જે બાદ અજીતસિંહ કેસરસિંહ સોલંકી (ઉ.વ.૬૫)એ નરેશભાઇ દેવરાજભાઇ સખરેલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને આરોપી ૫ાસે પૈસા લેવાના હતા. જે બાબતે કોર્ટમાં દાવો કર્યો હતો. જેનું મનદુઃખ રાખી તેમને ‘તે પોલીસ ફરિયાદ કરીને કાંઇ કાઢી લીધું’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































