સરકાર દ્વારા વક્ફ અને SIR (મતદાર નોંધણી)ની કામગીરી ચાલી રહી છે. અમરેલીના સામાજિક કાર્યકર જાવેદખાન પઠાણ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો, ધાર્મિક સંગઠનો, અને તમામ કમિટીઓને SIR ફોર્મ ભરવા અને વક્ફ મિલ્કતોની માહિતી ઉમ્મીદ પોર્ટલ પર અપલોડ કરવા માટે ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી છે. ગેરસમજને કારણે કોઈ બાકી ન રહી જાય તે માટે જાગૃતિ સેમિનાર યોજવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મતદારયાદીમાં નામ જળવાઈ રહે અને વક્ફ મિલ્કતોનું રક્ષણ થાય તે માટે આ પ્રક્રિયામાં કોઈ અગવડતા ન પડે તે માટે જાગૃતિ સેમિનાર યોજવા માંગ કરી છે.




































