અમરેલીના માળીલા ગામની સીમમાંથી ઝટકા મશીનની ચોરી થઈ હતી. બનાવ અંગે મયુરભાઈ વિનુભાઈ ચોવટીયા (ઉ.વ.૩૬)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની માળીલા ગામની સીમમાં આવેલી વાડીના શેઢા પાસે લીમડાના થડ પાસે સીમેન્ટની ટાંકીમાં રાખેલા ઝટકા મશીનની અજાણ્યો ઈસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે તેની કિંમત રૂ. ૮૦૦૦ જાહેર થઈ હતી.