અમરેલીના માંગવાપાળ ગામે એક મહિલા ચૂલો પેટાવવા જતાં ભડકો થયો હતો જેના કારણે દાઝી ગઈ હતી. આ અંગે રસીલાબેન સવજીભાઈ ગજેરા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ દિવાબતી કરતા હતા અને દિવો કરવા માટે ગેસના ચૂલામાં ઘી ગરમ કરવા માટે લાઇટર વડે ચૂલો પેટાવવા જતાં ભડકો થતાં દાઝી ગયા હતા.









































