અમરેલી જિલ્લામાંથી વધુ ત્રણ લોકો ગુમ થયા હતા. પાણીયા ગામેથી માતા સાથે વાડીએ ખેતીકામ કરવા ગયેલી યુવતી ગુમ થઈ હતી. આ અંગે વર્ષાબેન બાબુભાઈ ડાભી (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, કલ્પનાબેન બાબુભાઇ ડાભી (ઉ.વ.૧૮) તેની માતા સાથે વાડીએ ખેતીકામ કરવા ગઈ હતી. જ્યાંથી કોઇને કહ્યા વગર જતી રહી હતી. બીજા બનાવમાં રાજુલામાં રહેતા સુનીલભાઇ ભાવેશભાઇ શિયાળ (ઉ.વ.૨૮) એ જાહેર કર્યા મુજબ, તેમના મોટા ભાઇ અજયભાઇ ભાવેશભાઇ શિયાળ ઘરેથી કોઇને જાણ કર્યા વગર પોતે પોતાની રીતે મકાનેથી નીકળી ક્યાંક જતા રહ્યા હતા. ત્રીજા બનાવમાં ખાંભાના ડેડાણ ગામે રહેતા સંજયભાઇ મગનભાઇ ગરેણીયા (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમની પત્ની લક્ષ્મીબેન તા.૧૪/૦૧/૨૦૨૬ ના સવારના આશરે નવેક વાગ્યાના સમય દરમ્યાન ડેડાણ ગામેથી કોઇને કહ્યા વગર કયાંક જતા રહ્યા હતા. આજદીન સુધી પરત ફર્યા નથી.








































