અમરેલીના પરમ રેસીડેન્સી રોયલ એનફિલ્ડ શોરૂમ પાસે, ગણેશ ચતુર્થી નિમિત્તે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. આ શુભ અવસરે સોસાયટીના તમામ પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગણેશજીની ભવ્ય આગમન યાત્રામાં બાળકોએ ઢોલ-નગારા અને અન્ય વાદ્યો વગાડીને નૃત્ય કર્યું, જેનાથી વાતાવરણ ભક્તિ અને ઉલ્લાસથી છવાઈ ગયું. વિદ્યાર્થીઓ દ્વારા વિધિપૂર્વક પૂજા-અર્ચના બાદ ગણેશજીની સ્થાપના કરવામાં આવી. હવે આગામી ૧૧ દિવસો દરમિયાન દરરોજ આરતી અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન થશે અને ત્યારબાદ ૧૧મા દિવસે વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે.