અમરેલીમાં રહેતા એક પુરુષે ખરીદેલા શેર તેના ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ નહીં કરી તેમજ તેમણે આપેલા રૂપિયા ૮.૫૦ લાખ પરત ન આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. બનાવ સંદર્ભે પિયુષભાઈ છબીલદાલ શાહે મુંબઈમાં રહેતા રૂપેશ દત્તાત્રેય કાલે સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી રૂપેશ દત્તાત્રેય દ્વારા તેમણે ખરીદેલા શેર તેમના ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ કર્યા નહોતા. તેમજ આરોપીના બેંક ખાતામાં જમા કરાવેલા રૂપિયા ૮.૫૦ લાખ પણ તેમને પરત નહીં કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિલેશકુમાર ભુપતભાઈ ભટ્ટ વધુ તપાસ કરી રહ્યા છે.