અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. તાલુકાના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતો રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે, પરંતુ પ્રથમ દિવસે માત્ર ૩ ખેડૂતો મગફળી લઈને કેન્દ્ર પર પહોંચ્યા હતા. શરૂઆતના દિવસે ખેતીવાડી અધિકારી, પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન સહન કરનારા ખેડૂતોને હવે સરકારની આ ટેકાના ભાવની યોજનાથી રાહત મળશે. આગામી દિવસોમાં વધુ ખેડૂતો ખરીદી કેન્દ્ર પર ઉપસ્થિત રહે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.








































