અમરેલીના દહીડા ગામે પુત્રના પ્રેમ લગ્ન મુદ્દે પિતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે કુલ ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ સંદર્ભે રવજીભાઇ ખીમાભાઇ ધાધલે અમરશીભાઇ અરજણભાઇ ધાધલ, દિનેશભાઇ અરજણભાઇ ધાધલ, પાલાભાઇ અરજણભાઇ ધાધલ,ગોરધનભાઇ અરજણભાઇ ધાધલ, વાલાભાઇ ખોડાભાઇ, લખમણભાઇ દુદાભાઇ સહિત ૧૧ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના દીકરાએ અમરશીભાઈ ધાધલની ભાણકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે વાતનુ મનદુઃખ રાખી આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા લાકડી તથા પાઇપો જેવા હથીયારો ગેરકાયદે મંડળી રચી તેમના રહેણાક મકાને ગેરકાયદે અપપ્રવેશ કરી લાકડીઓ, પાઇપ તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ સાહેદોને શરીરે ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જે બાદ અમરશીભાઇ અરજણભાઇ ધાધલે રવજીભાઇ ખીમાભાઇ ધાધલ, ગીતાબેન રવજીભાઇ ધાધલ, પ્રતિક રવજીભાઇ ધાધલ તથા રેણુબેન રવજીભાઇ ધાધલ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ભાણકીએ રવજીભાઈ ધાધલના દીકરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે વાતનું બંને પક્ષો વચે મનદુઃખ હતું. જેથી આરોપીઓએ તેમને તથા સાહેદોને લાકડી તથા ઢીકાપાટુ વડે માર મારી શરીરે મુંઢ ઇજા પહોચાડી હતી.








































