અમરેલી તાલુકાના જાળીયા ગામે આવેલી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ગત તારીખ ૧૦ જુલાઈના રોજ અજાણ્યા ઈસમોએ બિલ્ડિંગનું પ્રવેશદ્વાર અને લોખંડની ગ્રીલનું તાળું તોડી રાત્રિના સમયે બેંકના બિલ્ડિંગમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બેન્કમાં ચોરી કરવાનો પ્રયત્ન કરી ગુનો કરેલ હોય તે બાબતે બેંકના મેનેજર ભદ્રેશભાઈ માલવિયાએ અજાણ્યા ઈસમો સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી એલસીબીની ટીમે અણઉકેલ ગુનાના આરોપીઓની સઘન તપાસ કરી હતી. તપા કરતા જાળીયા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકમાં લૂંટના પ્રયાસમાં ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. આ આરોપીઓએ જિલ્લા મધ્યસ્થ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું કબુલ કર્યું હતું. આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ રાલુ ઉર્ફે રાહુલ સવલસિંહ બામણીયા રહે. ઠંડલા તા.ઉદેગઢ જિ.અલી રાજપુર, જ્યારે બીજા આરોપીએ પોતાનું નામ રૂપેન પ્યાર સિંહ ડાવર, રહે. બેયડા, તા.જોબટ અને ત્રીજા આરોપીએ પોતાનું નામહતરસિંહ સબલાસિંહ અજનાર જણાવ્યું હતું. જ્યારે ચોરીના પ્રયાસમાં સામેલ અન્ય આરોપી મલસિંહ નિરભેસિંહ મોહનીયા શખ્સને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને લોખંડનો સળીયો તેમજ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૬૫,૫૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.