અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને લોકસભાનાં સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ ધનસુખભાઈ સુતરીયાનાં પિતાજી મનુભાઈ કાનજીભાઈ સુતરીયા (ઉં.વ. ૮૦)નું શુક્રવારના રોજ અવસાન થયું છે.
સાંસદ ભરતભાઈ સુતરીયાનાં નિવાસસ્થાન લાઠી તાલુકાના ઝરખિયા મુકામે સ્વ. મનુબાપાની અંતિમયાત્રામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મેહુલભાઈ ધોરાજીયા, ભૂપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, જીતુભાઈ ડેર, અગ્રણી ઉદ્યોગપતિ ધ્રુવભાઈ તોગડિયા, વનરાજભાઈ કોઠીવાળ વગેરે આગેવાનો તેમજ ઝરખિયા સરપંચ હરેશભાઈ કાકડીયા સહિત ઝરખિયાના ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.