અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ગણિત વર્તુળના તજજ્ઞો મુલાકાતે આવ્યા હતા. ગણિતને હકારાત્મક રીતે નાની નાની પ્રયુક્તિ દ્વારા શીખવવામાં આવે તો એ આસાન બની જાય છે. અમરેલી સાયન્સ કોલેજના પૂર્વ આચાર્ય એસ.એન.પટેલ કે જે ગણિતના પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક છે. તેમણે ગણિતને વિશેષ સહેલો વિષય તરીકે રજૂ કરવા નિવૃત્તિ પછી પણ પ્રવૃત એવા સફળ શિક્ષકોનું એક ગૃપ બનાવ્યું છે, જે ગણિત વર્તુળ તરીકે ઓળખાય છે. તેના તજજ્ઞોમાં એ.કે માલવિયા, આર.વી.વિસાવળીયા અને એસ.કે.પાઠક વગેરેએ બાળકો સાથે ગણિત ગમ્મત જેવી હળવી પ્રયુક્તિઓ સાથે બે કલાક શિક્ષણ કાર્ય કર્યું હતું.