અનુકંપા ફાઉન્ડેશન – અમરેલી પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારના જણાવ્યા મુજબ, દર મહિને ૫૦ વડીલોને વિનામૂલ્યે પ્રવાસ કરાવાય છે. અનુકંપા ફાઉન્ડેશને આ રીતે જિલ્લાના ૧૦૦૦ વડીલોને આ તીર્થયાત્રા કરાવવાનો સંકલ્પ કરેલ છે. આ મહિને સંઘાણી પરિવાર દ્વારા સ્વ. ચંદુભાઈ સંઘાણીની સ્મૃતિમાં આ યાત્રા પ્રવાસ માટે ૫૧ હજારનું અનુદાન ફાઉન્ડેશનને પ્રાપ્ત થયેલ છે. તા. ૨૪-૨૫-૨૬ જુલાઈના આ યાત્રા પ્રવાસનો પ્રારંભ ગુરુવારે સવારે ૮ વાગે અમરેલી રેડક્રોસ ભવનથી થશે. જ્યાં સંઘાણી પરિવાર વતી કાળુભાઈ સંઘાણી તથા મુકેશભાઈ સંઘાણી યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.