સુપ્રીમ કોર્ટે સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઝાટકણી કાઢી અને ઈડીના કથિત રાજકીય ઉપયોગ અંગે તીખી ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રીની પત્ની વિરુદ્ધ દાખલ કરાયેલી ઈડીની અરજી ફગાવી દીધી અને કર્ણાટક હાઇકોર્ટના આદેશને માન્ય રાખ્યો. આ અંગે ખુશી વ્યક્ત કરતા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આખરે ન્યાય થયો છે અને કેસનો પણ અંત આવ્યો છે. ટ્રેન્ડીંગ વીડિયો સુપ્રીમ કોર્ટે ઈડ્ઢ પર તીખી ટિપ્પણીઓ કરી છે.
મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે ઈડીની અરજી પર સુનાવણી કરી. ઈડીએ કર્ણાટક હાઇકોર્ટના તે આદેશને પડકાર્યો હતો, જેમાં હાઇકોર્ટે એમયુડીએ કૌભાંડમાં કર્ણાટકના મુખ્યમંત્રીની પત્ની પાર્વતી વિરુદ્ધ કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. ઈડ્ઢ વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા. અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘શ્રી રાજુ, કૃપા કરીને અમને મોં ખોલવા માટે દબાણ ન કરો. નહીં તો અમારે ઈડી વિરુદ્ધ કેટલાક કડક શબ્દોનો ઉપયોગ કરવો પડશે. કમનસીબે, મને મહારાષ્ટ્રમાં આનો થોડો અનુભવ છે. તેને આખા દેશમાં ફેલાવો નહીં. રાજકીય લડાઈઓ મતદારો સામે લડવા દેવી જાઈએ, તેમાં તમારો ઉપયોગ કેમ થઈ રહ્યો છે.’ કોર્ટે ઈડી ની અરજી ફગાવી દીધી અને કર્ણાટક હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આખરે ન્યાય થયો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો અને ઈડી ની અરજી ફગાવી દીધી. કોર્ટે ઈડી વિરુદ્ધ ટિપ્પણી કરવામાં સાવધાની રાખી અને કહ્યું કે આ મામલાનું રાજકારણ ન થવું જાઈએ. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયમાં કોઈ ખામી શોધી નથી. ન્યાય થઈ ગયો છે અને મુડા કૌભાંડમાં ઈડીની દખલ હવે બંધ થઈ જશે.’
મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ કેસમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી સિદ્ધારમૈયાને જમીન ફાળવણીમાં અનિયમિતતાના આરોપો હતા. એવો આરોપ છે કે એમયુડીએએ જમીન સંપાદનના બદલામાં મુખ્યમંત્રીની પત્નીને મૈસુરના એક પોશ વિસ્તારમાં વધુ મોંઘી જમીન ફાળવી હતી. આ કેસમાં કરોડો રૂપિયાના કૌભાંડના આરોપો હતા.