સુપ્રીમ કોર્ટે ગયા જૂનમાં અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી ફગાવી દીધી, અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે અરજદારને કડક શબ્દોમાં કહ્યું, “શું કોઈ ઊંડો એજન્ડા છે? શું અમે તમારા ઈરાદા સમજી શકતા નથી? જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેઓ અરજીઓ દાખલ કરી રહ્યા નથી, પરંતુ તમે છો.” આ અરજી આઇઆઇટી દિલ્હીના મિકેનિકલ એન્જનિયર સુરેશ ચંદ શ્રીવાસ્તવે દાખલ કરી હતી.
અરજીકર્તાએ માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટ લંડન જતી એર ઇન્ડિયા વિમાનમાં ફ્યુઅલ સ્વીચ “રન” થી “કટ-ઓફ” ક્્યારે કરવામાં આવ્યો તે ચોક્કસ સમય જાહેર કરે.
તેમણે એવી પણ માંગ કરી હતી કે એરક્રાફ્ટ એક્સડેન્ટ ઈન્વેસ્ટગેશન બ્યુરોના પ્રારંભિક તપાસ અહેવાલમાં અકસ્માત તરફ દોરી જતી ઘટનાઓની સંપૂર્ણ શ્રેણીનો સમાવેશ થાય.
આ પહેલા, દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી, તેને “ગેરસમજ પર આધારિત” ગણાવી હતી. નોંધનીય છે કે આ કેસ ગયા જૂનમાં અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સાથે સંબંધિત છે, જેની હજુ પણ સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે.