ધંધુકામાં પોલીસે કતલખાને લઈ જવાતા ૨૦ ગૌવંશને બચાવી લીધા છે. પોલીસે માહિતીને આધારે મળવતવાડા વિસ્તારમાં દરોડો પાડીને આ અબોલ પશુઓને બચાવ્યા હતા. જામાં પોલીસે પાડી ડેલામાં બાંધી રખાયેલ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા આ પશુઓને ધંધુકા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
પોલીસે આ સંદર્ભે ઈબ્રાહિમ ચોપડા અને અભરામ મસ્તાન સામે ગુનો દાખલ કર્યો છે. તે સિવાય પોલીસે પશુઓની કતલ માટે વપરાતા સાધનો કબજે કર્યા હતા. પોલીસે અહીંતી મોબાઇલ સહિત રૂ. ૧.૫૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત પોલીસે મળવતવાડામાંથી ૧૨ બોટલ વિદેશી દારૂ પણ ઝડપી લીધો હતો. જેને પગલે પોલીસે શબ્બીર પટેલ સામે પણ ગુનો દાખલ કર્યો છે.