અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કિસ્સા ઉત્તરોત્તર વધતાં જાય છે. સમયાંતરે દાણચોરીનું સોનું લઇને આવતાં મુસાફરો ઝડપાતાં જાય છે.ત્યારે વધુ એકવાર જિદ્દાહથી આવેલ મહિલા યાત્રી પાસેથી સોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયું છે. ૨૪ કેરેટના ૩૭૪.૯૦૦ ગ્રામ વજનનો સોનાનો બાર મહિલા પાસેથી મળી આવ્યો છે. કસ્ટમ વિભાગે આશરે ૩૭ લાખની કિંમતનું સોનુ જપ્ત કર્યુ છે.
થોડા દિવસ પહેલા ૨૩ એપ્રિલના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી શારજાહથી અમદાવાદ આવેલા એક યાત્રી પાસેથી કસ્ટમ વિભાગે સોનાના કોટેડ વાયર, સોનાની વીંટી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ૧૮ અને ૨૪ કેરેટનું ૮૧૫.૬૦૦ ગ્રામ સોનુ ઝડપાયુ છે. કસ્ટમ વિભાગે જપ્ત કરેલા આ સોનાની કિંમત ૬૫.૭૪ લાખ રૂપિયા જેટલી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.