ઓમિક્રોનની દહેશત વચ્ચે દેશમાં સતર્કતા વધી ગઈ છે. ‘એટ રિસ્ક’ દેશોમાંથી આવતા ૧૬ હજોર પ્રવાસીમાંથી ૧૮ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ત્યારે યુ.કે.થી ફ્લાઈટમાં અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ જીનોમ સિક્વન્સ માટે રિપોર્ટ મોકલાવાયો છે.
ઓમિક્રોનથી દહેશત વચ્ચે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તંત્ર સતર્ક બન્યુ છે. દરેક દેશથી
ગુજરાત આવતા હવાઈ મુસાફરોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જેમાં યુકેથી ફ્લાઈટમાં આવેલા એક પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મધરાતે કોરોના ટેસ્ટીંગમાં પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ દર્દીના જીનોમ સિક્વન્સ માટે રિપોર્ટ મોકલાયો છે. જીનોમ સિક્વનસિંગ બાદ ક્યાં વેરિયન્ટનો પ્રવાસી શિકાર છે કે નહિ એ અંગે સ્પષ્ટતા થશે. હાલ દર્દીને ક્વોરેન્ટાઈન કરાયો છે.