અમદાવાદે ગુજરાતના ગૌરવમાં ફરી વધારો કર્યો છે. ભારતનું સૌથી વધુ સુરક્ષિત શહેર તરીકે અમદાવાદનું નામ જાહેર કરવામાં આવ્યું છે.નમ્બિઓહ(જીવનનિર્વાહના ખર્ચ, રિયલ એસ્ટેટના ભાવ અને જીવનની ગુણવત્તાના આંકડાઓનો ક્રાઉડ-સોર્સ્ડ ઓનલાઈન ડેટાબેઝ એજન્સી) દ્વારા ક્રાઈમ અને સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદને ભારતના સુરક્ષિત શેહરમાં પ્રથમ સ્થાન આપ્યું છે. જા કે સરકારી આંકડા વિપરીત પણ હોઈ શકે છે. તાજેતરમાં નમ્બિઓહનો ક્રાઈમ એન્ડ સેફ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ ૨૦૨૫ જાહેર કરવામાં આવ્યો હતો.
નમ્બિઓ એ વિશ્વભરના શહેરો અને દેશો વિશેના વપરાશકર્તાઓ દ્વારા પ્રદાન કરાયેલા ડેટાની વિશ્વની સૌથી મોટી ડેટાબેઝ છે. નમ્બિઓ વિશ્વની રહેવાની સ્થિતિ વિશે વર્તમાન અને સમયસર માહિતી પૂરી પાડે છે જેમાં જીવન ખર્ચ, રહેઠાણ સૂચકાંકો, આરોગ્ય સંભાળ, ટ્રાફિક, ગુના અને પ્રદૂષણનો સમાવેશ થાય છે.
આ રિપોર્ટ મુજબ અમદાવાદને ૬૮.૩ રેન્ક મળ્યો છે. અમદાવાદે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મહાનગરોને પાછળ છોડી ભારતમાં પ્રથમ અને એશિયાના શહેરો પ્રમાણે ૨૯મું સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ શહેરની અદ્યતન સુરક્ષા વ્યવસ્થા અને નાગરિકોના સહકારનું પરિણામ છે.
તાજેતરમાં નમ્બિઓહ દ્વારા જાહેર કરેલા અહેવાલ પ્રમાણે, અમદાવાદે ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે, જ્યારે એશિયામાં ૨૯મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.અમદાવાદ ઉપરાંત ભારતના જયપુરને ૩૪, હૈદરાબાદને ૪૫, મુંબઈને ૪૬, કોલકાતાને ૪૮, ગુરુગ્રામને ૫૪, બેંગલુરુ ૫૫ અને નોઈડાને ૫૬મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. અમદાવાદની આ સફળતા પાછળ વ્યાપક સીસીટીવી નેટવર્ક, પોલીસની સજ્જતા અને નાગરિકોની જાગૃતિ મહત્વની ભૂમિકા ભજવે છે.
અમદાવાદની સુરક્ષા માટે ૨૫,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક કાર્યરત છે, જેમાંથી ૨૨,૦૦૦ કેમેરા નાગરિકોએ ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ લગાવ્યા છે. જ્યારે બાકીના કેમેરા ગૃહ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નિર્ભયા પહેલ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે, આ તમામ કેમેરાનું લાઈવ ફીડ અદ્યતન કંટ્રોલ રૂમમાં ૨૪ કલાક મોનિટર થાય છે, જે શહેરની સુરક્ષામાં મહત્વનું યોગદાન આપે છે.
ગુજરાત પોલીસે આ સફળતાનો શ્રેય સતત કાયદા અમલીકરણ, નાગરિકોની ભાગીદારી અને ટેકનોલોજી આધારિત પોલીસિંગને આપ્યો છે. રથયાત્રા જેવા તહેવારો દરમિયાન અમદાવાદમાં મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં શાંતિ જળવાય છે, જે ભારતના સૌથી મોટા પોલીસ બંદોબસ્તનું પરિણામ છે. દરેક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ માટે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની સ્થાપનાથી ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા માટે શહેરની શી ટીમ પણ સતત કાર્યરત રહે
આભાર – નિહારીકા રવિયા છે.
નમ્બિઓહે વિશ્વનું સૌથી મોટું ડેટાબેઝ કલેક્શન કરનાર એજન્સી છે, નમ્બિઓહ જીવનની ગુણવત્તાના ડેટાનો ક્રાઉડ-સોર્સ્ડ વૈશ્વિક ડેટાબેઝ પણ છે. તે જીવનખર્ચ, આવાસ, આરોગ્યસંભાળ, ટ્રાફિક, કથિત ગુનાખોરી અને પ્રદૂષણ જેવી બાબતોની વિશ્વસનીય માહિતી પ્રદાન કરે છે. આ ડેટાબેઝ વૈશ્વિક સ્તરે જીવનધોરણ અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે.