અમદાવાદ શહેરના જાણીતા ધ ઓરિએન્ટ ક્લબમાં રાત્રી સમયે બે પક્ષો વચ્ચે ભારે બબાલ અને મારામારીની ઘટના સામે આવી છે. ક્લબના કેટલાક સભ્યોએ એક પરિવાર પર હીચકારો હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ક્લબમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓનો વીડિયો એક યુવતી દ્વારા ઉતારવામાં આવ્યો હતો, જે બાદ ક્લબના સભ્યો દ્વારા યુવતીના પરિવારને નિશાન બનાવવામાં આવ્યું. આરોપ છે કે યુવતીના પિતા, માતા અને ભાઈ સહિત પરિવારના ૪ સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટનાથી પરેશાન પરિવારજનોનું કહેવું છે કે તેઓ પોતાનું જીવન બચાવવા માટે ક્લબમાંથી બહાર ભાગ્યા. પરિવારજનો એ પણ આક્ષેપ કર્યો કે આરોપી ક્લબ સભ્યો સામે પોલીસ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેમજ માર મારનારા લોકો રાજકીય પીઠબળ ધરાવે છે.
અમદાવાદના એલિસબ્રિજમાં આવેલી ઓરિએન્ટ ક્લબમાં બબાલ થવા પામી હતી. જેમા ૨ ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. ભદ્રેશ શાહના પરિવારની મેમ્બરશીપ રદ્દ કરાતા બે ગ્રુપો વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર મામલો એલિસબ્રિજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ મથકમાં મોટો હોબાળો થવા પામ્યો હતો. એલિસબ્રિજ પોલીસે ક્લબ બબાલ અંગે તપાસ શરૂ કરી છે.
ઓરિએન્ટ ક્લબના પ્રેસિડેન્ટ અજિત પટેલે જણાવ્યું હતું કે, કોઈ લુખ્ખા તત્વોની જેમ કેટલાક માણસો ખુલ્લી તલવાર અને હથિયારો સાથે જાહેરમાં ન વાપરી શકાય તેવા હથિયારો સાથે ગમે તે કારણોસર ક્લબમાં ઘુસી ગયા હતા. અને અમારા કમિટી મેમ્બરને માર માર્યો હતો. અને પછી પૂછે છે કે બીજા કમિટી મેમ્બર કોણકોણ છે. એની અંદર અમારા સેક્રેટરીને માર માર્યો હતો. તેમજ તેમની ચેન, ઘડિયાળ, પાકીટ પણ લૂંટાઈ જવા પામ્યું હતું. અમે સસ્પેન્ડ કરેલ ભદ્રેશભાઈના પરિવાર છે.