શહેરના ફતેહવાડી વિસ્તારમાં નૂર મોહમ્મદ પાર્ક પાસે બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો છે. શરૂઆતના અહેવાલો અનુસાર, આ ઝઘડો નાની વાત પર શરૂ થયો હતો અને ઝડપથી વકર્યો હતો. બંને જૂથો એકબીજા સામે આવી ગયા હતા, પથ્થરમારો કર્યો હતો. વધુમાં, હુમલાખોરોએ લાકડીઓ અને પાઈપોથી એકબીજા પર હુમલો કર્યો હતો.એક પરિવારે અથડામણ દરમિયાન ગોળીબાર કર્યાના ગંભીર આરોપો પણ લગાવ્યા છે, જાકે પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. ઘટનાની માહિતી મળતાં, વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરીસ્થિતીને કાબૂમાં લીધી હતી.વેજલપુર પોલીસ આ હિંસક અથડામણના મૂળ કારણોની તપાસ કરી રહી છે અને તેમાં સામેલ લોકોની ઓળખ કરી રહી છે. પોલીસ વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ અને અન્ય વિડિયો સ્લીપ્સના આધારે તપાસ કરશે અને કાયદેસરની કાર્યવાહી કરશે. શાંતિ જાળવવા માટે પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને ઘટનાની વધુ તપાસ કરી રહી છે.થોડા સમય પહેલા ગાંધીનગરના દહેગામમાં આવેલ બહિયાલમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી અને ત્યારબાદ પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી, પોલીસે તાત્કાલિક નવરાત્રિના ગરબા બંધ કરાવ્યા હતા. ગાંધીનગરના દહેગામમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને બહિયલમાં નવરાત્રિ દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થતા મામલો ઉગ્ર બન્યો હતો, બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતુ અને પથ્થરમારામાં અનેક ગાડીઓના કાચ પણ તૂટ્યા છે અને પોલીસે સમગ્ર ઘટનામાં ૩૦થી વધુ લોકોની અટકાયત કરી છે, ટોળાએ ૩ જેટલી દુકાનોમાં આગચંપી કરી છે.










































