રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા અમદાવાદમાં ધો. ૧૦ના વિધાર્થીની હત્યાના વિરોધમાં મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામા આવ્યું હતું. આ માટે કેસરી નંદન હનુમાન મંદિરથી નીકળેલી બાઇક રેલીમાં રાજુલા શહેરના આગેવાનો જોડાયા હતા. આવેદનપત્રમાં સરકાર દ્વારા પગલા ભરવાની માંગ કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ
ચાંદુ,ગૌરાંગભાઇ મહેતા, મયુરભાઇ દવે, ચિરાગભાઈ જોષી, રાજુલા તાલુકા પ્રમુખ અજયભાઈ વાળા સહિત શહેરના મનિષભાઇ વાઘેલા, મનિષભાઇ વાળા, જય શ્રી રામ વસંતભાઈ સોરઠીયા, જે ડી ભાઈ ધાખડા, સિંધી સમાજના આગેવાનો જોડાયેલ હતા.