અમદાવાદમાં રસ્તાઓ પર વધતુ ભારણ જાતાં આગામી દિવસોમાં અનેક ટીપીના રસ્તાઓ પહોળા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ માટે આખો સરવે કરવામાં આવ્યો છે અને તેમા રોડ કટમાં આવતા ૮,૭૬૭ મકાનો પર બુલડોઝર ચલાવવું પડી શકે છે. હવે જેટલા ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે તેને સામે તેટલા ઘરો પૂરા પણ પાડવા પડશે.
આ અંગે એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતેશ મહેતા અને ઉપપ્રમુખ યોગેશ પટેલે જણાવ્યું હતું કે શહેરના તમામ રસ્તાઓ ખોલવા પડશે, આ માટે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રોડ કટના કાર્યક્ષેત્રમાં આવતા ઘરોની વિગતો સામે આવી છે. જેમાં ૮,૭૬૭ ઘરો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપવાના છે. જા બાંધકામ ૨૦૧૦ પહેલાનું હોય અને ૫૦ ટકાથી વધુ કટના કાર્યક્ષેત્રમાં આવતા હોય, તો આવા લોકોને નીતિ હેઠળ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો ફાળવવામાં આવે છે. જેથી આગામી દિવસોમાં આટલા બધા મકાનોની જરૂર ઊભી થઈ શકે છે.
સૌથી વધુ રોડ કાપ કુબેરનગર, સરદારનગર, ઠક્કરબાપાનગર અને સરસપુર-રખિયાલમાં છે, જ્યાં ૧,૪૭૫ મકાનો છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા, નારણપુરા વાસણા, પાલડી અને અન્ય વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ૧,૪૨૯ મકાનો પૂરા પાડવા પડશે. રાણીપ વિસ્તારમાં, સમગ્ર બકરા મંડી વિસ્તાર અને ગાયત્રી ગરનાળા પાસેના રોડ પરના ૨૮૦થી વધુ મકાનો કાપવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ખાનગી મિલકતો પર જાહેરાત હો‹ડગ્સ અંગે સ્વનિત અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સરકારી અને ખાનગી બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં,સ્વનિતએ ૪૪ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ૨૧ સ્થળોએ હો‹ડગ્સ મળી આવ્યા હતા, તેથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ખતરનાક હોવાથી તેને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પણ ગઈકાલે ૫ ઓગસ્ટના રોજ મળ્યો હતો, તેથી આ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવશે.