ગુજરાતમાં માર્ચની શરૂઆતમાં કાળઝાળ ગરમી પછી વરસાદ અને ઠંડક અને હવે ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા થોડા દિવસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્‌્મયુલેશનની સંયુક્ત અસરને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. પરિણામે, ઉત્તર ભારતથી પૂર્વ અને દક્ષિણ ભારત સુધીના વિસ્તારોમાં એકસાથે વરસાદ, તોફાની પવનો અને વાવાઝોડું આવ્યું હતું. વાતાવરણમાં ભેજનું સ્તર વધ્યું છે, જેના કારણે વાદળોનું ઝડપી નિર્માણ અને હવામાન પરિસ્થિતિઓમાં અચાનક ફેરફાર થયો છે. ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં ૨૪ કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડશે કે ગરમી વધશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાઈએ.
હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અપર એર સર્ક્‌યુલેશન તરીકે હાલ જમ્મુ અને પડોશમાં છવાયેલું છે. આ સાથે મધ્ય પાકિસ્તાન અને પડોશમાં અપર એર સર્ક્‌યુલેશન સર્જાયેલું છે. પાકિસ્તાન અને તેની આસપાસ અપર એર સર્ક્‌યુલેશન છે. આ સાથે રાજસ્થાન અને તેની આસપાસ અપર એર સર્ક્‌યુલેશન લેસ માર્ક બન્યું છે.
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આવતીકાલે ૨૪મી માર્ચ સુધીમાં સવારે ૮.૩૦ સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે મહત્તમ તાપમાન ૩૭ °સે રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૩ °સે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને કેશોદમાં ૩૬.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં ૧૯.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.