છેલ્લા કેટલાક સમયથી પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીની રાહ જોવાઈ રહી હતી. ત્યારે પોલીસ કમિશનર દ્વારા એક સાથે ૩૧ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ફરજ બજાવતા ૩૧ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. આ બદલીને એક વહીવટી કાર્યવાહી તરીકે જોવામાં આવે છે, જેનો રવિયા હેતુ પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના આ બદલીના આદેશથી નવરંગપુરા, કારંજ, વટવા, સા.રી.વેસ્ટ, સાબરમતી, દાણીલીમડા, અમરાઈવાડી, માધવપુરા, સરખેજ,વાડજ, દરીયાપુર, મણીનગર, મેઘાણીનગર, ધાટલોડીયા, બાપુનગર, પાલડી, શાહીબાગ, મહિલા પશ્ચીમ, એરપોર્ટ, વટવા, દરિયાપુર,ટ્રાફિક-એફ,ટ્રાફિક-ઈ, ટ્રાફિક-જી, મહિલા-પશ્ચિમ,એસસી એસટી સેલ- ૧, એસસી એસટી સેલ- ૨ , ઇઓડબ્લ્યુ., સાયબર ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચ, કંટ્રોલ રૂમ, ટ્રાફિક (વહીવટ), સીપી રીડર, અરજી શાખા સહીતના પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં શાહીબાગ, ઘાટલોડિયા અને જી-ટ્રાફિક ખાલી પડેલી જગ્યાઓ પર પીઆઈની નિમણુંક કરવામાં આવી છે.