નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં વધતી ભીડ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસે વિશેષ ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે.પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ૩૧ ડિસેમ્બરની સાંજથી ૧ જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ રહેશે.૩૧ ડિસેમ્બરના સાંજે ૬ વાગ્યાથી ૧ જાન્યુઆરી સવારે ૩ વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો ઝ્રય્ રોડ તમામ વાહનો માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રોડની બંને બાજુએ પા‹કગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાત્રે ૮ વાગ્યા બાદ સીજી રોડ પર વાહન પ્રવેશ સંપૂર્ણપણે બંધ રહેશે. વાહનચાલકો મીઠાખળી સર્કલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ રોડ, નવરંગપુરા બસ સ્ટેન્ડ અથવા કોમર્સ છ રસ્તા તરફના માર્ગોનો ઉપયોગ કરી શકશે.૩૧ ડિસેમ્બરની રાત્રે ૮ વાગ્યાથી ૧ જાન્યુઆરી સવારે ૩ વાગ્યા સુધી જાજરમાન ક્રોસ રોડથી તાજ સ્કાયલાઇન ક્રોસ રોડ સુધીનો સિંધુ ભવન રોડ બંને દિશામાં બંધ રહેશે. વાહનોને જાજરમાન ચાર રસ્તાથી ઉમિયા ટ્રેડર્સ માર્ગે તાજ સ્કાયલાઇન તરફ તથા આંબલી ઓવરબ્રિજ મારફતે શિલજ સર્કલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.નવા વર્ષના ઉજવણી દરમિયાન સમગ્ર શહેરમાં મધ્યમ અને ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. એસજી હાઇવે પર માત્ર પરમિટ ધરાવતા પેસેન્જર વાહનોને જ મંજૂરી આપવામાં આવશે, અન્ય વાહનોને એસપી રિંગ રોડનો ઉપયોગ કરવો પડશે.પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી તથા નેહરુનગરથી શિવરંજની-ઇસ્કોન ચાર રસ્તા સુધીના સર્વિસ રોડ પર પા‹કગ નહીં કરી શકાય. પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ફરજ પરના સરકારી વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મ્દ્ગજી અને ગુજરાત પોલીસ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને સલામત અને સુવ્ય વ્યવસ્થિત નવા વર્ષની ઉજવણી માટે સહકાર આપવા અપીલ કરી છે.










































