અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે અમરેલી ખાતે સિંધી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આરોપીને કડકમાં કડક સજા થાય અને સમાજમાં શાંતિ જળવાય રહે તેવી માંગ કરવામાં આવી છે. આ ઘટનાને વખોડી કાઢવા માટે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.